ભાવનગર : અભયમ્ 181ની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અંગે માહિતગાર કરાય

Update: 2022-08-03 15:30 GMT

સરકાર દ્વારા નારીશક્તિને વધુ સશક્ત બનાવવાં માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલાઓને આકસ્મિક સંજોગોમાં મદદ કરી તેને સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે. જેમાં મહિલાઓ પર થતાં માનસિક કે, શારીરિક અત્યાચાર સહિતના કિસ્સાઓમાં અભયમની ટીમ સ્થળ પર જઇએ જે-તે કિસ્સાઓનું સમાધાન કરે છે અને તેનો ઉકેલ લાવે છે.

રાજ્ય સરકાર દ્વારા નારી વંદન મહોત્સવ અંતર્ગત ભાવનગરના પાલીતાણા ખાતે ૧૮૧ ની ટીમ દ્વારા 'બેટી બચાવો-બેટી પઢાવો' થીમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા અભયમ ૧૮૧ ટીમ દ્વારા પાલીતાણાના તળેટી ખાતે આવેલ મહિલા આર્ટસ કોલેજ તેમજ એમ.એમ. કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓને હેલ્પલાઇન દ્વારા તેમજ ૧૮૧ એપ્લિકેશન વિશે માહિતગાર કરવામાં આવી હતી. આ ઉપરાંત કુટુંબ સલાહ કેન્દ્રમાં પરિવારમાં આવતાં તમામ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કરી સોલ્યુશન કેવી રીતે કરવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અભયમ ટીમ કઇ રીતે મહિલાઓના કોલ આવ્યાં બાદ કેવી રીતે કાર્ય કરે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરીને આ સમજણ આપવામાં આવી હતી.

Tags:    

Similar News