ભાવનગર : સિહોરના બુઢણા ગામે તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો…

પાણીની ગુણવત્તામાં સુધારો જોવાં મળશે. જેના કારણે સિંચાઇ વિસ્તારમાં વધારો થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2022-04-25 16:30 GMT

એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વી.આર.ટી આઈ. સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવાં પૂ. કાંતિસેન શ્રોફ (કાકા)ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ આઝાદીના અમૃત મહોત્સવના ૭૫ વર્ષના અવસર પર માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જીલ્લામાં ૭૫ જળાશયો બનાવવાની હાકલ કરેલ છે. આ અભિયાનને કારગત કરવાં એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી.ના દીપેશ શ્રોફ દ્વારા ભાવનગર અને અમરેલી જીલ્લામાં પ૧ જેટલાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરૂ કરવામાં આવી છે.

જે પૈકી તા. ૨૩/૪/૨૦૨૨ના રોજ સિહોર તાલુકાના બુઢણા મુકામે ગામ આગેવાનો તેમજ ઉદ્યોગપતિ અનુ તેજાણી તેમજ ભાયાજી ચૌહાણના વરદહસ્તે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે. જેમાં વી.આર.ટી.આઈ. સંસ્થાના નરેન્દ્રસિંહ ઝાલા અને જગદીશ જાદવ હાજર રહ્યા હતા. આ કામગીરીથી બુઢણા ગામના બોર અને કુવામાં પાણીનું સ્તર વધશે. તેમજ પાણીની ગુણવત્તામાં સુધારો જોવાં મળશે. જેના કારણે સિંચાઇ વિસ્તારમાં વધારો થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News