બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા નિકળી અને બેસણું પણ યોજાયું, જુઓ ગુજરાતનાં કયા ગામની છે દયનીય પરિસ્થિત

અમરેલી વિધાનસભાના વડિયા તાલુકામાં બિસ્માર માર્ગના પ્રશ્ને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Update: 2022-10-02 11:51 GMT

અમરેલી વિધાનસભાના વડિયા તાલુકામાં બિસ્માર માર્ગના પ્રશ્ને કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા પ્રતિકાત્મકરૂપે બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને બેસણું પણ રાખવામા આવ્યું હતું

આ છે અમરેલી વિધાનસભાના વડિયા તાલુકાનું છેલ્લું હનુમાન ખીજડિયાથી જેતપુર જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આજરોજ કિસાન કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કિસાન કોંગ્રેસનાં આગેવાનો તેમજ સ્થાનિકો દ્વારા બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને બેસણું પણ રાખવામા આવ્યું હતું.આ માર્ગ બિસ્માર હોવાથી અનેક ગામના લોકકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે વહેલામાં વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

Tags:    

Similar News