બોટાદ "લઠ્ઠાકાંડ" : અમદાવાદની એમોઝ કંપનીમાંથી સપ્લાય થયું હતું કેમિકલ, લાયસન્સ વગર ચાલે છે કંપની...

એમોઝ કંપનીમાંથી મેનેજર જયેશ પટેલ કેમિકલ ચોરી બુટલેગરોને વેચ્યું હતું. આ કંપનીના માલિક સમીર પટેલ છે

Update: 2022-07-27 09:49 GMT

બોટાદમાં થયેલ ઝેરી કેમિકલ કાંડમાં જે કંપનીમાંથી કેમિકલ સપ્લાય થયું હતું, તે અમદાવાદની એમોઝ કંપનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કંપની છેલ્લા 2 વર્ષથી લાયસન્સ વગર ચાલી રહી છે. એટલું જ અંહી આ કંપનીને AMCના પણ કોઈ અધિકૃત પ્રમાણ મળ્યા નથી.

એમોઝ કંપનીમાંથી મેનેજર જયેશ પટેલ કેમિકલ ચોરી બુટલેગરોને વેચ્યું હતું. આ કંપનીના માલિક સમીર પટેલ છે, જેની પોલીસે પૂછપરછ કરી જવા દીધા છે, ત્યારે હવે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. AMOS કંપનીના માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. જેઓના રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે.

સમીર પટેલ કે, જે બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. આમ સમીર પટેલ રાજકીય રીતના પણ પાવરફુલ માનવામાં આવે છે. પણ હવે આ કંપની AMCના લાયસન્સ વગર ચાલે છે., તેવી માહિતી બહાર આવતા સ્થાનીય તંત્ર પણ સતર્ક થયું છે. એટલું જ નહીં, આજ કંપનીમાંથી 600 લિટર કેમિકલ બોટાદના બરવાળા અને ધંધુકા પહોચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.

Tags:    

Similar News