ગુજરાત સરકારની કેબિનેટ બેઠક,જંત્રીના દરમાં કોઈ ફેરફાર નહીં, પેપર લીક મામલે સરકાર લાવશે વિધેયક

આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી.

Update: 2023-02-07 12:40 GMT

આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પૂછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું, 4 ફેબ્રુઆરી બાદ બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે તેમને નવા દર લાગુ થશે. જો કે, જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, તે સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની પછીથી જાણ કરાશે. ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજની લોન ખેડૂતોને આપવામાં આવે છે. ખેડૂતો લોન લે છે એટલે એનો અર્થ એ નથી કે તે દેવાદાર છે.6 હજાર રૂપિયા તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આપે છે. આ સહાય ખેડ, ખાતર અને બિયારણ માટે પર્યાપ્ત થાય તે પ્રકારની યોજના છે. તો પેપરલીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું કહીને કસૂરવાર સામે 3થી 7 વર્ષની સજાની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભા સત્રમાં લવાશે તેવી માહિતી આપી હતી.

Tags:    

Similar News