મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ ને સોંપ્યું રાજીનામું, હવે કેરટેકર તરીકે સરકારમાં રહેશે કાર્યરત

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિ કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઇ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યું છે.

Update: 2022-12-09 07:14 GMT

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિ કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઇ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યું છે. જોકે ભૂપેન્દ્ર પટેલ ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેરટેકર તરીકે સરકાર માં કાર્યરત રહેશે.


ગુજરાત ભાજપ દ્વારા હવે પ્રચંડ જીત બાદ સરકાર રચવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે હવે આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠક લઈ નિર્ણય થશે. આ સાથે પાર્ટી હાઈકમાન્ડ અને PMO સાથે ચર્ચા થશે. આ તરફ ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધિ માટે તૈયારીના ભાગરૂપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારી દ્વારા સ્થળનું કરવામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભાજપની ભવ્ય જીત કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કર્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહ ની જાહેરાત કરાઈ હતી. જોકે અહીં શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચા હતી. પણ હવે આજે સવારે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

Tags:    

Similar News