આજથી દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાશે, ભારે વરસાદની આગાહી

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

Update: 2022-06-24 06:03 GMT

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. ' હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ માં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, કવાંટમાં 1.5 ઇંચ, કુતિયાણામાં 1.5 ઇંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં ભારે વરસાદની આગાહી ને લઈને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો જે તે જિલ્લાના અધિકારીઓ પણ એલર્ટ આપવામાં આવ્યું છે .

Tags:    

Similar News