યુરોપિયન દેશોમાં ફાઇઝર ટેબ્લેટ દ્વારા કરાશે કોરોનાની સારવાર, EUના ડ્રગ્સ રેગ્યુલેટરે આપી મંજૂરી...

કોરોના સંક્રમણનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કારણે મહામારીની ચોથી લહેર નજીક પહોંચી ગઈ છે

Update: 2021-12-17 04:16 GMT

કોરોના સંક્રમણનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કારણે મહામારીની ચોથી લહેર નજીક પહોંચી ગઈ છે, ત્યારે યુરોપિયન દેશોમાં હવે કોરોનાની સારવાર કરવા માટે ફાઈઝર કંપનીની કોવિડ પિલ (કોરોના ટેબ્લેટ)નો ઉપયોગ કરવામાં આવશે.

યુરોપિયન દેશોમાં કોરોના સંક્રમણનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના કારણે મહામારીની ચોથી લહેર નજીક પહોંચી ગઈ છે, ત્યારે યુરોપિયન યુનિયન (EU)ના ડ્રગ્સ રેગ્યુલેટરે ફાઈઝર કંપનીની કોવિડ પિલ (કોરોના ટેબ્લેટ)ના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરએ આ અઠવાડિયે દાવો કર્યો હતો કે, તેમની ટેબ્લેટના ઉપયોગ દ્વારા કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 90 ટકા સુધીનો ઘટાડો થશે. યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ પુખ્ત વયના લોકો માટે ફાઈઝર ટેબ્લેટના ઈમર્જન્સીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જેનાથી જે તે દર્દીને ઓક્સિજન સપ્લાયની નહિવત જરૂર તેમજ સંક્રમણના કારણે વધુ ગંભીર થવાની શક્યતા રહેશે નહીં.

Tags:    

Similar News