દાહોદ : ઇન્દોર-અમદાવાદ હાઇવે પર એક સાથે 4 વાહનોમાં સર્જાયો અકસ્માત.

દાહોદ જિલ્લાના લીમખેડા નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર એક વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પછી એક 4 વાહનો આગળ પાછળ ક્ષતીગ્રસ્ત બનવા પામ્યા હતા.

Update: 2022-04-07 09:18 GMT

દાહોદ જિલ્લાના લીમખેડા નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર એક વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પછી એક 4 વાહનો આગળ પાછળ ક્ષતીગ્રસ્ત બનવા પામ્યા હતા. જોકે, આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની બનવા પામી ન હતી. વાહનોમાં સવાર ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ બનાવની જાણ લીમખેડા પોલીસને થતા લીમખેડા પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહીમાં જોતરાઈ હતી.

Full View

મળતી માહિતી અનુસાર દજોડ જિલ્લાના લીમખેડા બાયપાસ દેગાવાડા ગામેથી ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર BSNL કોન્ટ્રાક બેચ પર લાગેલી GJ-27-X-0685 નંબરની ઈકો કારના ચાલકે પોતાનું વાહન બાયપાસ રોડ પર રોડ ક્રોસ કરવા જતા સમયે પાછળથી લાઈનમાં આવી રહેલી GJ-23-X-1323 નંબરના આઇસર ચાલકે ઈકો કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આઇસરની પાછળ આવી રહેલા UP-78-DN-0779 નંબરના ટ્રકે આયસરને અડફેટે લીધી હતી,

અને તેની પાછળ આવી રહેલી MH-49-AS-0574 નંબરની સ્કોર્પિયો કાર પાછળથી ટ્રકમાં ઘુસી ગઈ હતી. આમ એકની પાછળ આવી રહેલા વાહનો વચ્ચે વિચિત્ર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલકોને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ મામલાની જાણ લીમખેડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ક્ષતીગ્રસ્ત થયેલા વાહનોને ક્રેન મારફતે ખસેડી વાહન વ્યવહાર પૂર્વત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News