દાહોદ : "નશામુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત પહાડ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લા ના અખિલ ભારતીય એનજીઓ મહાસંઘના અધ્યક્ષ મનુ ખાટની અધ્યક્ષતામાં સીંગવડ તાલુકા પહાડ મુકામે "નશામુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

Update: 2021-11-18 03:33 GMT

દાહોદ જિલ્લા ના અખિલ ભારતીય એનજીઓ મહાસંઘના અધ્યક્ષ મનુ ખાટની અધ્યક્ષતામાં સીંગવડ તાલુકા પહાડ મુકામે "નશામુક્ત ગુજરાત અભિયાન" અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

પહાડ ખાતે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જી.પં.સદસ્ય નારસીંગ પરમાર, સીંગવડ તા.પં.પ્રમુખ ફુલસિંગ ડામોર, કારોબારી અધ્યક્ષ રવેસિંહ તાવીયાડ તેમજ સંસ્થાના પ્રમુખ કમળસિંહ ચૌહાણ, ગામના સરપંચ કાંતિભાઈ બારીઆ, ડૉ. ઈલા રાઠોડ, સવિતા હઠીલા તેમજ ગાયત્રી પરિવારના અગ્રણીઓ અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા અધ્યક્ષ મનુ ખાટ તેમજ સંસ્થાના પ્રમુખ કમળસિંહ ચૌહાણ દ્વારા નશામુક્તિ માટેના પ્રવચનમાં લોકોને નશાથી થતા નુકશાન વિશે સમજણ આપી આવેલા સૌ મહેમાનો અને ગ્રામજનોને નશો ન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

Tags:    

Similar News