ડાંગ : જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી.

નોડલ ઓફિસરોને તેમના ગામોની નિયમિત મુલાકાત લઈ પ્રજાજનોને જાગૃત કરવાની પણ તેમણે સૂચના આપી હતી.

Update: 2021-10-16 09:50 GMT

વર્ષોની સરકારી સેવા બાદ નિવૃત્ત થતા અધિકારી/કર્મચારીઓને નિયમોનુસાર સમયસર પેન્શન મળતુ થાય તે ઇચ્છનિય છે, ત્યારે આવી બાબતોમા સંબંધિત કચેરીઓને સંવેદનશીલતા સાથે આવા કેસોમાં નિર્ણય લેવાની હિમાયત કરતા ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની સુપેરે અમલવારી કરવાની હિમાયત કરતા કલેક્ટરે ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત હાથ ધરાઇ રહેલી ડે ટુ ડેની કામગીરીની વિગતો મેળવી હતી. વેક્સિનેશનની કામગીરી માટે વિશેષ જવાબદારી વહન કરતા જિલ્લાની જુદી જુદી કચેરીના અધિકારીઓ એવા નોડલ ઓફિસરોને તેમના હસ્તકના ગામોની કામગીરીનો રિવ્યુ લેતા જિલ્લા કલેક્ટર પંડયાએ સંબંધિત ગામોમાં 100 ટકા વેક્સિનેશન થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. નોડલ ઓફિસરોને તેમના ગામોની નિયમિત મુલાકાત લઈ પ્રજાજનોને જાગૃત કરવાની પણ તેમણે સૂચના આપી હતી. વેકસીનેશનની કામગીરીમા છેલ્લા 2 માસ દરમિયાન જે ગતિ આવી છે તે ખરેખર સરાહનીય છે તેમ જણાવતા જિલ્લા કલેક્ટરે ખાસ કરીને સુબિર તાલુકામાં જિલ્લાની ટીમ ઉતારીને મહત્તમ લોકો સુધી પહોંચીને કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવાની સૂચના આપી હતી.

Tags:    

Similar News