ડાંગ : સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણવા ગિરિમથક સાપુતારામાં ઉમટ્યા સહેલાણીઓ…

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.

Update: 2023-01-26 07:51 GMT

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.

Full View

સાઈક્લોનિક સરક્યુલેશનની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કાતિલ ઠંડીને કારણે લોકો ઠૂંઠવાયા છે. તો બીજી તરફ, ગુલાબી ઠંડીની મજા માણવા કેટલાક સહેલાણીઓ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા પહોચ્યા છે, જ્યાં હાડ થિજાવતી ઠંડીના પગલે બજારો સૂમસામ બન્યા છે. લોકોએ ઘરોમાં પુરાઈ રહેવાનું મૂનાસીબ માન્યું છે.


તો બીજી તરફ, આકાશમાં વાદળછાયા વાતાવરણના પગલે શાકભાજી, સ્ટ્રોબેરી સહિત આંબાની મંજરીને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેવામાં અહી આવતા સહેલાણીઓ દિવસભર સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણી રહ્યા છે. જોકે, ગિરિમથક સાપુતારા ખાતે આહલાદક માહોલ સર્જાતા સહેલાણીઓ પણ આનંદ માણતા નજરે પડ્યા હતા.

Tags:    

Similar News