ભાવનગર: મનીષ સિસોદિયાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ,કહ્યું શાળાઓની આવી હાલત !

મનીષ સીસોદિયા એ સરકારી શાળાઓની મુલાકાત બાદ કહ્યું શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ.

Update: 2022-04-11 12:11 GMT

આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતનાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગરમાં સરકારી શાળાઓનું નિરીક્ષણ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી. તેમણે હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી.

હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ. અહીં આવીને મેં જોયું કે શાળાઓની હાલત કેટલી ખરાબ છે. હું આવવાનો હતો એટલે સાફ-સફાઇ તો કરી છે, પણ એટલી થઇ નથી, સાફ કરવા છતાં જાળિયા અને ગંદકી જોવા મળી રહીં છે. ગુજરાતના શિક્ષણમંત્રીના હોમ ટાઉનમાં જ શાળાઓની આવી હાલત છે તો રાજ્યમાં બીજે કેવી હશે. થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાએ એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રીના નિવેદનની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે.  

Tags:    

Similar News