"એક ભારત શ્રેષ્ઠ ભારત"ના વિચારને મૂર્તિમંત કરતો રાજ્યણો એકમાત્ર માધવપુર ઘેડનો મેળો...

પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે

Update: 2023-03-18 13:27 GMT

આમ તો, સમગ્ર ગુજરાત રાજ્યમાં મેળાઓ તો ઠેકઠેકાણે ભરાય છે. પરંતુ રાજ્યમાં એક એવો પણ મેળો યોજાય છે, જે બધાથી અલગ સાબિત થયો છે. સાથે જ આ મેળો "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના વિચારને પણ મૂર્તિમંત કરે છે. આ મેળો એટલે માધવપુર ઘેડનો મેળો. સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં આવેલા માધવપુર ઘેડ વિસ્તારમાં રહેતી સુદ નવમીથી સુદ તેરસ સુધી માધવરાય એટલે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા દેશભરમાંથી શ્રી કૃષ્ણના ભક્તો એકઠા થાય છે, અને માનવ મહેરામણ સર્જાય છે, જે મેળાનો અભૂતપૂર્વ સ્વરૂપ ધારણ કરે છે.

Tags:    

Similar News