પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી નહીં લડે ચૂંટણી,અર્બુદા સેનાની જાહેરાત

Update: 2022-11-15 05:20 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જામી ગઈ છે અને એક બાદ એક રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે આ બધાની વચ્ચે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવાનો અટકળો ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી ચૂંટણી નથી લડવાનો નિર્ણય કર્યો છે.અર્બુદા સેના એ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે.

અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ ને સમર્થન કરશે નહીં. આ ઉપરાંત અર્બુદા સેનાનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે. અર્બુદા સેના સંપૂર્ણ બિન રાજકીય સંગઠન તરીકે કામ કરશેવિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અર્બુદા સેનાને હવે રાજકીય રંગ લાગી શકે છે. અને અર્બુદા સેના આપ સાથે જોડાશે. જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. અર્બુદા સેનાએ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ ને સમર્થન કરશે નહીં. થોડા દિવસ પહેલા વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે, તેવી અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી જાહેરાત કરી હતી

Tags:    

Similar News