ગાંધીનગર : રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવ-છત્તીસગઢમાં અતિથિ પદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ

આગામી તા. ર૮ ઓકટોબરથી યોજાનાર રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પાઠવ્યું

Update: 2021-10-11 11:15 GMT

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને છત્તીસગઢ રાજ્યમાં આગામી તા. ર૮ ઓકટોબરથી યોજાનાર રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પાઠવ્યું છે.

ભારતની પ્રાચીનતમ આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યના આ દ્વિતીય મહોત્સવ સાથે છત્તીસગઢનો ર૧મો રાજ્યોત્સવ પણ રાણપુર ખાતે તા. ર૮ ઓકટોબરથી તા.૧ નવેમ્બર-ર૦ર૧ દરમ્યાન યોજાવાનો છે, ત્યારે આ ઉત્સવમાં દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ પારંપરિક નૃત્યો વિવાહ સંસ્કાર અને અન્ય પારંપારિક વિધિઓ અંતર્ગત બે તબક્કામાં પ્રસ્તુત થવાના છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છત્તીસગઢના સંસદીય સચિવ શકુંતલા શાહુ અને વિધાયક ઉન્નતી ગણપત જાંગડે ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું. આ સાથે જ ગુજરાતના આદિજાતિ કલાકારો પણ આ મહોત્સવમાં સહભાગી થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અનુરોધ કર્યો હતો.

Tags:    

Similar News