પુન: લગ્ન કરતી મહિલાઓને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મળશે

Update: 2021-07-30 08:46 GMT

ગુજરાત સરકારે પુન: લગ્ન કરતી ગંગાસ્વરૂપ મહિલાઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. જે મુજબ હવેથી જિલ્લાની ગંગાસ્વરૂપ બહેનોને સમાજમાં પુન: સ્થાપિત કરવાના અભિગમ સાથે તેઓ પુન: લગ્ન કરે તો પણ તેમને ગંગાસ્વરૂપ પુન: લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આવી મહિલાઓને રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય મળવાપાત્ર છે. આ માટે લાભાર્થી મહિલાઓની ઉમર ૧૮થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. તેમજ લાભાર્થી મહિલા જે પુરુષ સાથે પુન: લગ્ન કરવા માંગે છે, તે પુરુષની પત્ની હયાત ન હોવી જોઈએ.

પુન: લગ્ન કર્યા બાદ ૬ માસમાં જરૂરી આધાર-પુરાવા સાથે લાભાર્થી મહિલાએ આ અંગેની અરજી કરવાની રહેશે. આ યોજના માટેનું અરજીપત્રક મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ www.wcd.gujarat.gov.in પરથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથેનું ભરેલું અરજીપત્રક મહિલા અને બાળ અધિકારીની કચેરી, પ્રાંત કચેરી સામે, જિલ્લા સેવા સદન, આહવા-ડાંગ ખાતે જમા કરાવવાનું રહેશે.પુન: લગ્ન કરતી મહિલાઓને ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મળશે.

Tags:    

Similar News