સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત નક્કી કરવા ગુજરાત સરકારે OBC પંચની કરી નિમણૂક

ગુજરાત સરકારે સ્વતંત્ર પંચની રચના કરી છે. જેને લઈ હવે પંચની ભલામણોને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી કરાશે

Update: 2022-07-08 11:26 GMT

રાજ્યની ચૂંટણીમાં પછાત વર્ગોના પ્રતિનિધિત્વની લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સ્વતંત્ર પંચની રચના કરી છે. જેને લઈ હવે પંચની ભલામણોને આધારે લોકલ બોડી ઇલેક્શનમાં અનામત નક્કી કરાશે. નોંધનિય છે કે, નિવૃત્ત જસ્ટિસ કે.એસ.ઝવેરી ની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસર સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરી રહેશે.આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણા નો સ્વરૂપ અને અસરો નો તેમજ તેની રાજનીતિક સ્થિતિ અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને સંપૂર્ણ અને કાળજીપૂર્વક અભ્યાસ કરવા માટે રચવામાં આવેલ છે

Tags:    

Similar News