કોરોના-ઓમિક્રોનના વધતાં કેસ સામે ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો...

Update: 2021-12-30 05:27 GMT

ગુજરાતમાં વધતા કોરોના અને ઓમિક્રોનના કેસથી ગુજરાત હાઈકોર્ટે ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. દિવસભરમાં ડબલથી વધુ કેસ સંક્રમણ સામે આવતા ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા હોસ્પિટલમાં વહીવટી વિભાગને સુ-સજ્જ રહેવા નિર્દેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છે કે, પહેલા જેવી સ્થિતિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. સાથોસાથ અમદાવાદ મહાનગર પાલિકાના રસીકરણ અભિયાનને વખાણતા AMCની કામગીરીની પણ નોંધ લીધી. કોરોના વિરોધી રસીકરણ માટે જનતાને પ્રોત્સાહિત કરતા AMCની કામગીરીના કોર્ટે વખાણ કર્યા હતા. જોકે, સાવચેતીના ભાગરૂપે તંત્રની તૈયારીઓ યોગ્ય ગણાવી હતી. યાદ રહે કે, બીજી લહેર વેળા કોરોનાની સ્થિતિ મૂદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. ગુજરાત હાઈ કોર્ટના નિર્દેશ સાથે જ સિવિલ હોસ્પિટલનું તંત્ર 'એક્ટીવ' થઇ ગયું છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વચ્ચે અમદાવાદનું સિવિલ તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ સિવિલમાં 1200 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોરોના માટે 3 હજાર બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત ઓક્સિજન ટેન્ક અને દવાનો જથ્થો વધારવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જશીએ જણાવ્યું કે, નાગરિકોએ ધ્યાન રાખવું જોઈએ. ઓમિક્રોન ત્રણ ગણો ઝડપથી વધી રહ્યો છે. જેથી મેળાવડા અને બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. સાથે જ જણાવ્યું કે લોકડાઉન કોઈ નિરાકરણ નથી. લોકોએ ખુદ સાવચેતી રાખવાની જરૂર છે.

Tags:    

Similar News