આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાતના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ...

ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે.

Update: 2021-12-28 11:25 GMT

ગુજરાતમાં PMJAY અને મા કાર્ડ સહિતની રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સરળ બન્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટર HSMCનો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના નાગરિકો, જરૂરતમંદ પરિવારો અને વ્યક્તિઓની આરોગ્ય સુખાકારીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો અભિનવ પ્રયોગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવેલી આ સેવાના પરિણામે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સગર્ભા માતા અને બાળકોના આરોગ્ય-સેવા-સુરક્ષા યોજનામાં લાભાર્થીઓને મળેલા લાભનું હવે મોનિટરીંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ નવીન સેવા અન્વયે અર્લી ચાઇલ્ડ હૂડ ડેવલપમેન્ટ અંતર્ગત સગર્ભા માતાને પ્રસુતિ સુધી દર મહિને એક ફોન તેમજ બાળકના 2 વર્ષ સુધી દર ૩ મહિને એક ફોન કરીને માતા-બાળકની આરોગ્ય સેવાઓ માટે કાઉન્સેલીંગ કરવામાં આવશે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓમાં આ નવતર અભિગમનો પ્રારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો. આ સેવાઓમાં કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં લાભાર્થીઓને મળેલ લાભ, સેવાની ગુણવત્તા વગેરેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે. રાજ્યમાં બિનચેપી રોગોના નિદાન-સારવાર કેમ્પ અંતર્ગત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓને જે મફત સારવાર અપાય છે તેનું પણ મોનિટરીંગ HSMC દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ HSMCના નેજા તળે ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફરમેશન સિસ્ટમ પોર્ટલ પણ લોંચ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્યની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઉપલબ્ધ વેન્ટીલેટર, ઓક્સીજન બેડ અને અન્ય સામાન્ય બેડ ઉપલબ્ધિ વગેરેની માહિતી લોકોને મળે તે માટે રોજબરોજ મોનિટરીંગ કરશે.

Tags:    

Similar News