આગામી 48 કલાકમાં રાજ્યના આ જિલ્લામાં થશે ભારે વરસાદ,વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી

કેટલીક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

Update: 2022-08-05 12:03 GMT

રાજ્યમાં ફરીથી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતી રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

તો પાંચમી તારીખ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ. જામનગર, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં એક સાઈક્લોનિક સિસ્ટમ ને કારણે રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે

Tags:    

Similar News