નીતિન પટેલના હિંદુત્વ વાળા નિવેદન પર વજુભાઈ વાળા સમર્થન કરતાં ખચકાયા? વાંચો શું કહ્યું

નીતિન પટેલના નિવેદન મુદ્દે સી.આર.પાટીલ પણ મેદાને પડ્યા હતા

Update: 2021-08-30 11:38 GMT

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં નિવેદન પર દેશભરમાં વિવાદ જન્મ્યો છે ત્યારે રાજ્યનાં ભાજપનાં વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ આ નિવેદનનું ખુલ્લુ સમર્થન કર્યુ નથી. એક બાજુ ભાજપ દ્વારા નીતિન પટેલનાં નિવેદનનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને નીતિન પટેલ પોતે પણ પોતાના નિવેદન પર અડગ છે ત્યારે વજુભાઈએ કહ્યું છે કે એ નીતિનભાઈનું સ્ટેટમેન્ટ છે અને હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ પણ નથી કરતો અને ટીકા પણ નથી કરતો. જે કઈં પરિપેક્ષની અંદર તે બોલ્યા છે તે એમને જ પૂછવું જોઈએ. અફઘાનિસ્તાન મુદ્દે વજુભાઈએ કહ્યું અફઘાનિસ્તાન મુદ્દે ભારત સરકાર ચિંતિત છે અને ભારત સરકાર તેમાં નક્કી કરી રહી છે કે કેવા પ્રકારનાં પગલાં લેવામાં આવે. ભારત સરકાર જે પણ નિર્ણય લે તેનું સમસ્ત ભારત અનુકરણ કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન મુદ્દે સી.આર.પાટીલ પણ મેદાને પડ્યા હતા, તેમણે કહ્યું હતું કે પાટીલે કહ્યું હતું કે, નીતિન પટેલે વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે અને અગમચેતી રૂપે નીતિન પટેલે વાત કરી છે. નીતિન પટેલની આ વાત સાથે હું સહમત છું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદીત નિવેદન આપ્યું હતું કે, આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા વિશે વાત કરી રહ્યાં છે. તમારે વીડિયો રેકોર્ડ કરવો હોય તો કરી લેજો, મારા શબ્દોને નોંધી લો.જે પણ લોકો બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત કરી રહ્યાં છે આવું ત્યાં સુધી છે જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે. જે દિવસે હિન્દુઓની સંખ્યા ઘટવા લાગી અને બીજાની વધવા લાગશે એ બાદ ના ધર્મનિરપેક્ષતા, ના લોકસભા, ના બંધારણ બચશે. બધુ જ હવામાં ઉડાવી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, હું બધા વિશે વાત કરી રહ્યો નથી. મારે સ્પષ્ટતા પણ કરવી જોઇએ, લાખો મુસલમાનો દેશભક્ત છે, લાખો ઇસાઇ દેશભક્ત છે.

Tags:    

Similar News