લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગની તવાઈ, 6 અધિકારીઓ સસ્પેન્ડ, બોટાદ SP કરણરાજ વાઘેલા સહિત અમદાવાદ ગ્રામ્યના SPની બદલી

બોટાદમાં બનેલ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં40 થી વધુ લોકોના મોત થયા છે. જે બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે,

Update: 2022-07-28 06:43 GMT

બોટાદમાં બનેલ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં40 થી વધુ લોકોના મોત થયા છે. જે બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે. જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ અને ધોળકાના dyspને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે.

  • જુઓ કોની ક્યાં બદલી અને કોને કરાયા સસ્પેન્ડ :

  1. બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરાઇ
  2. અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ
  3. અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા
  4. બોટાદ DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા
  5. બરવાળા PSI ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા
  6. રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા
  7. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા


એ સિવાય અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણાને પણ સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 SPની બદલી અને 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા છે.

Tags:    

Similar News