ગુજરાતમાં કોરોના 'અસ્ત' થવાને આરે, માત્ર 2 શહેરોમાં જ રાત્રિ કરફ્યુ યથાવત...

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે. એક સપ્તાહમાં એવું હતું

Update: 2022-02-17 15:19 GMT

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનો આંકડો છેલ્લા 15 દિવસથી સતત ઘટી રહ્યો છે. એક સપ્તાહમાં એવું હતું કે, ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાય રહ્યા હતા. પરંતુ હવે છેલ્લા 24 કલાકમાં 870 જેટલ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના માત્ર 2 મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા. 18 ફેબ્રુઆરીથી તા. 25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે, રાજયમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 252 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરત શહેરમાં 28 કેસ, તો રાજકોટ શહેરમાં 23 કેસ, વડોદરા શહેરમાં 139 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 27 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 13 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 2,221 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સુધી 8,014 પહોંચી ગઈ છે, જ્યારે 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના અસ્ત થવાને આરે છે, ત્યારે રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

Tags:    

Similar News