ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 290 કોરોના કેસ નોંધાયા, 635 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 290 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 635 લોકો કોરોનામાંથી સાજા થયા

Update: 2022-08-15 15:29 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સ્વતંત્રતા દિવસે ધરખમ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 290 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 635 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.84 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી બે દર્દીના મોત નિપજ્યા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 105 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10993 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં બે દર્દીના મોત નિપજ્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 105, વડોદરા કોર્પોરેશન 39, કચ્છ 17, સુરત કોર્પોરેશન 17, ગાંધીનગર 13, સુરત 12, ભાવનગર કોર્પોરેશન 8, ગાંધીનગર કોર્પોરેશન 8, અરવલ્લી 7, રાજકોટ 7, મહેસાણા 6, નવસારી 6, સાબરકાંઠા 6, વલસાડ 6, આણંદ 5, મોરબી 5, રાજકોટ કોપોરેશન 5, બનાસકાંઠા 4, પંચમહાલ 4, ગીર સોમનાથ 3, વડોદરા 3, અમરેલી 1, ભાવનગર 1, જામનગર 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 3719 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 3700 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,51,031 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10993 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 58,795 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 12,00,10,105 લોકોનું રસીકરણ થયું છે.

Tags:    

Similar News