જામનગર : ભારતના સૌપ્રથમ વયસ્ક મતદારની રંગોળી બનાવી યુવતીની મતદાન કરવા લોકોને અપીલ...

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની રંગોળી બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

Update: 2022-11-24 11:07 GMT

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની રંગોળી બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ જામનગર જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ માટે અનેક પ્રયાસો કરે છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના પ્રથમ વયસ્ક મતદારનું પેઇન્ટિંગ બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી. જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં શ્રીપતિ એપાર્ટમેન્ટમાં રહેતા રિધ્ધિ શેઠ દ્વારા દિવાળી પર દર વર્ષે અવનવી રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની ચિરોડી કલર દ્વારા રંગોળી બનાવી છે. રિધ્ધિ શેઠ દ્વારા લગભગ 2 દિવસની જહેમત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

Tags:    

Similar News