આખરે જીગ્નેશ મેવાણી થશે જેલ મુક્ત, મળ્યા આસામમાં જામીન

વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી.

Update: 2022-04-25 11:11 GMT

PM નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આસામની કોર્ટે જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આસામના કોકરાઝાર કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં.ત્યાર બાદ આજે જીગ્નેશ મેવાણી પુનઃ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતાં. જયાં કોર્ટે જીગ્નેશ મેવાણી ના જામીન મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારે રાત્રે મેવાણીની ગુજરાતના પાલનપુર શહેર માંથી આસામ પોલીસની એક ટીમ દ્વારા તેના PM મોદીને લઈને કરેલ ટ્વિટ ના કારણે ધરપકડ કરવામાં આવી હતી. આસામ બીજેપી નેતા અરૂપ કુમાર ડે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ તેની સામે FIR નોંધવામાં આવી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગત બુધવારે ધરપકડ કરી હતી. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં કરવામાં આવ્યાં હતાં. અને લોકશાહી બચાવો, સંવિધાન બચાવો સાથને નારા સાથે તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા મૌન રેલી અને ધરણાં પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.તો સ્વરા ભાસ્કર સહિત અનેક એક્ટિવિસ્ટો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા . 

Tags:    

Similar News