ખેડા : નડિયાદ ખાતે જિલ્લાકક્ષાનો ભૂલકાં મેળો યોજાયો, બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનું ઉત્તમ દ્રષ્ટાંત બનતો ભૂલકાં મેળો

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન કરી વાલીને તે અંગે જાણકારી આપવાની રહે છે.

Update: 2022-10-11 12:11 GMT

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ અને તેનું આકલન (ડેવલોપમેન્ટ એસેસમેન્ટ) કરી વાલીને તે અંગે જાણકારી આપવાની રહે છે. સાથે જ વાલીની બાળ ઉછેરમાં ભૂમિકા સમજાવવી જરુરી હોય છે. આ હેતુસર ખેડા જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ૧૧ ઓક્ટોબરના રોજ નડિયાદ ખાતે આંબેડકર હોલમાં ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરુઆત પ્રોગ્રામ ઓફિસર કમલેશ પટેલના શાબ્દીક પ્રવચનથી કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલે આંગણવાડી બહેનોની કામગીરી બિરદાવતા કહ્યું કે, આંગણવાડી બહેનો માતા જસોદા સમરૂપ છે. નાના બાળકોને ઘરમાં સંસ્કાર મળે પણ આંગણવાડીમાં સંસ્કારની સાથે શિક્ષા પણ પ્રાપ્ત થાય છે. આંગણવાડી બહેનો આંગણવાડીમાં આવતા બાળકો સાથે માતાની જેમ રહે બાળકોને રમત-ગમતની સાથે શિક્ષા આપે તેવી અપીલ કરી હતી. ગામડાના બાળકોમાં કેટલીક શક્તિઓ છુપાયેલી હોય છે. એ શક્તિઓ બહાર લાવવાનું કામ આંગણવાડી બહેનોનું છે. સાથોસાથ જિલ્લા પંચાયત પ્રમુખએ આંગણવાડી બહેનોને ગામડાંનો કોઈ પણ બાળક કુપોષિત ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું.

Tags:    

Similar News