કચ્છ: નાના રણમાં સુરખાબ પક્ષીની 40,000ની માળા વસાહત અને 30,000 જેટલા બચ્ચાઓ સાથે અનોખી વસાહત

Update: 2021-10-18 06:42 GMT

દર વર્ષે હજારો કિ.મી.દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. વધુમાં વેરાન રણમાં અસ્તિત્વમાન 74 જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે. આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યા છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટીંગ જોવા મળ્યું હતુ.

Delete Edit

પરંતુ રણમાં ભારે વરસાદના પગલે નેસ્ટીંગ ફેઇલ થયુ હતુ. ત્યારે ફરીથી કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબધ્ધ અનોખી માળા વસાહતમાં જોવા મળતા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમનો રણમાં પડાવ નાંખી સવિસ્તૃત માહિતી મેળવી હતી.સુરખાબ સમૂહમાં માળા બનાવે છે. અને ચારે બાજુએ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી 40થી 45 ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડા મૂકે છે. જેથી સંવનન બાદ બચ્ચા નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાઓને ઉડતા શીખવાડી ચોમાસા બાદ બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરે છે.કચ્છના નાના રણમાં કૂડાથી 10 કિ.મી.દૂર વેરાન રણમાં ફરીવાર 40,000ની માળા વસાહત, 5,000 ઇંડા અને 30,000 જેટલા બચ્ચાઓ સાથેની અનોખી માળા વસાહત જોવા મળી છે. અમે અમારી ટીમ સાથે આ જગ્યાની મુલાકાત લઇ સ્થિતીનો તાગ મેળવ્યોં હતો.

Tags:    

Similar News