કચ્છ : ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે ધરણાં, સમગ્ર જિલ્લાના ખેડૂતો જોડાયા

Update: 2021-09-08 12:44 GMT

કચ્છ જિલ્લાના ભુજ શહેરના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈને ધરણાં કરવામાં આવ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાના ખેડૂતો ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા.

સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા 28 દિવસથી વરસાદ પડ્યો નથી. જેથી ખેડૂતોના માથે સંકટના કડલો ઘેરાયા છે, ત્યારે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનમાંથી વળતર આપવામાં આવે, નર્મદાના નીર આપવામાં આવે, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, કેન્દ્ર સરકારના કાયદાઓમાં સુધારા કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો દ્વારા ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કચ્છ જિલ્લામાં પવનચક્કીની કંપનીઓની જોહુકમી વધી ગઈ છે.

ગૌચર અને ખેતીની જમીનમાંથી પવનચક્કીના વિજવાયર પસાર કરી ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે વિવિધ સમસ્યાઓને લઈને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાના ગામે ગામથી ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News