કચ્છ : ભુજથી સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનનો કરાયો પ્રારંભ,સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી બતાવી

ભુજથી સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયની માંગ સંતોષાઈ છે.

Update: 2023-04-07 07:29 GMT

ભુજથી સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.લાંબા સમયની માંગ સંતોષાઈ છે.આ ટ્રેનને આજે સવારે 6.50 કલાકે ભુજના રેલવે સ્ટેશન ખાતે ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપી હતી.આ ટ્રેન ભુજથી રોજ સવારે 6:50 વાગ્યે ઉપડશે, જે 7:22 વાગ્યે અંજાર, 7:31 વાગ્યે આદિપુર, ૭ઃ૫૫ વાગ્યે ગાંધીધામ, 8:47 વાગ્યે ભચાઉ, 9:16 વાગ્યે સામખિયાળી, 9:48 વાગ્યે માળીયા, 10:24 વાગ્યે હળવદ, 10:58 વાગ્યે ધાંગ્રધા અને 12:18 વાગ્યે વીરમગામ સ્ટોપ કરીને બપોરના 1:30 વાગ્યે સાબરમતી અમદાવાદ રેલવે સ્ટૅશને પહોંચશે.રિટર્નમાં રોજ સાંજે સાબરમતી રેલવે સ્ટૅશન, અમદાવાદથી સાંજે 5:40 વાગ્યે ઉપડીને તમામ જણાવેલા સ્ટોપ પર ઉભી રહીને ગાંધીધામ રાત્રીના 10:26 વાગ્યે અને ભુજ રાત્રીના 11:55ના પરત પહોંચશે

દૈનિક ચાલનારી આ ટ્રેનમાં 15 કોચ હશે.આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ ટ્રેન લોકો માટે ઉપયોગી બની રહેશે, લોકો એક જ દિવસમાં અમદાવાદ કામ પૂર્ણ કરીને એજ ટ્રેનમાં આવી શકશે.આ ટ્રેન શરૂ થવાથી ધંધા રોજગારમાં પણ વધારો થશે તે એક હકીકત છે

Tags:    

Similar News