કચ્છ : ભુજની 7 વર્ષીય હર્ષિએ માત્ર 30 સેકન્ડમાં હાંસલ કરી અનોખી સિદ્ધિ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

7 વર્ષની બાળાએ 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા,હર્ષિની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું

Update: 2022-06-29 07:53 GMT

કચ્છ જિલ્લાની ભુજની 7 વર્ષની બાળા હર્ષિએ કોવિડના સમયગાળાનો સદુપયોગ કરી માત્ર 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું છે.

કોરોના મહામારીના કારણે 2 વર્ષ સુધી શાળાઓ બંધ રહેતા બાળકોના શિક્ષણ પર તેની વ્યાપક અસર થઈ હતી, જોકે કચ્છ જિલ્લાની ભુજની 7 વર્ષની બાળાએ કોવિડના એ સમયગાળાનો સદુપયોગ કર્યો હતો અને અન્ય બાળકો માટે પ્રેરણા સમાન કાર્ય કર્યું છે.સામાન્ય રીતે આ વયજુથમાં બાળકો રમતગમતમાં પરોવાયેલા હોય છે પણ 7 વર્ષની હર્ષિએ નાની વયે સામાન્યજ્ઞાનમાં વધારો કરતા માત્ર 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા છે.લેપટોપમાં દુનિયાના 195 દેશના નકશા રાખવામાં આવ્યા હતા જેમાં હર્ષિએ 30 સેકન્ડમાં 82 દેશને ઓળખી બતાવ્યા છે.આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં પણ સ્થાન મળ્યું છે. હર્ષીની સિદ્ધિ વિશે તેના પિતા પ્રજ્ઞેશ જરાદીએ જણાવ્યુ હતું કે,કોરોના કાળમાં જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે તે ઘરે અલગ અલગ પ્રવૃતિઓ કરતી,જેમાં વિજ્ઞાનના પ્રયોગો અને ગણિતની કોઠાસૂઝમાં તેની ખાસ રુચિ રહેતી હતી.

દરમ્યાન તે એકવાર ઇન્ડિયાના નકશાની પઝલ સોલ્વ કરતી હતી અને હર્ષિ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થઈ શકે તેવું જાણવા મળતા તેણીએ આ દિશામાં સતત મહેનત કરી છેલ્લા દોઢ વર્ષથી તે વિવિધ દેશના નકશાઓની માહિતી મેળવતી અને છેવટે તેણે 30 જ સેકન્ડમાં 82 દેશને નકશામાં ઓળખી બતાવ્યા છે જે ખરેખર ગૌરવની વાત છે. હર્ષિની માતાએ જણાવ્યું કે,લોકડાઉનમાં ખબર પડી કે મારી દીકરીનો IQ પાવર ખરેખર સરસ છે તે કોઈ પણ વસ્તુને સરળતાથી વાંચી અને સમજીને યાદ રાખી શકે છે હજી પણ તે આગળ પોતાના રેકોર્ડ તોડી વિશેષ સિદ્ધિ હાંસલ કરવા માટે મહેનત કરી રહી છે.

Tags:    

Similar News