ગુજરાતમાં AAP અને BTPનું ગઠબંધન નક્કી ! અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે થઈ મુલાકાત

વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે.

Update: 2022-04-09 07:20 GMT

વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે AAP ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ BTPના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુવસાવાનીની મુલાકાત મહેશ વસાવાના નિવાસ સ્થાને બેઠક કરી હતી.તેઓને દિલ્હી ખાતે આવા માટે આમંત્રણ આપ્યું હતું હવે BJP ને ચૂંટણીમાં હંફાવવા માટે AAP-BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.ત્યારે બિટીપીના સુપ્રીમો છોટુ વસાવાએ દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન કરે તેવી શકયતા વર્તાઈ રહી છે ત્યારે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલું નુકશાન અને બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું.

Delete Edit


Tags:    

Similar News