મહેસાણા: ઉત્તરગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ તળિયા ઝાટક, જુઓ ડેમમાં કેટલું છે પાણી

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ જળાશયમાં હાલ ડેમમાં પાણીનો જથ્થો કુલ ક્ષમતાના ચોથા ભાગ કરતાં પણ ઓછો છે.

Update: 2021-08-13 08:23 GMT

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ જળાશયમાં પાણીનો જથ્થો તળિયા તરફ નીચે ઉતરી રહ્યો છે. હાલ ડેમમાં પાણીનો જથ્થો કુલ ક્ષમતાના ચોથા ભાગ કરતાં પણ ઓછો છે.

મહેસાણા, સાબરકાંઠા સહિ‌ત ઉત્તર ગુજરાતમાં પીવા અને સિંચાઇના પાણી માટે ધરોઇ જળાશય મુખ્ય સ્ત્રોત સમાન છે. આકરા ઉનાળા વચ્ચે પાણીનો વિશાળ જથ્થો ધરાવતા ધરોઇ ડેમમાં પણ પાણીનું તળિયું નીચે ઉતરી રહ્યું છે. ૬૨૨ ફૂટ સુધી પાણીનો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતાવાળા આ જળાશયમાં હાલમાં પાણીની સપાટી 600 ફૂટ છે. જે કુલ ક્ષમતાની સામે માંડ ૩૪ ટકા છે. પરંતુ ઉપયોગમાં લઇ શકાય એવા પાણીનો જથ્થો માત્ર ૧૦,પ૭૨ કરોડ લિટર એટલે કે માત્ર ૧૪.૩ ટકા જ હોવાની વિગત છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. તો બીજી તરફ આ સ્ટોક વર્ષ 2022 સુધી પીવાના પાણી માટે પૂરતો છે.તો બીજી તરફ 30 સપ્ટેમ્બર પછી ડેમમાંથી બે પાણી પિયત માટે પણ પાણી આપવાનું આયોજન છે.

Tags:    

Similar News