મોરબી દુર્ઘટના : હાઈલેવલ બેઠકમાં PM મોદીએ કહ્યું "વિસ્તૃત તપાસ થવી જરૂરી"

PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી

Update: 2022-11-01 13:24 GMT

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM નરેન્દ્ર મોદી ઘટનાની સતત અપડેટ લઇ રહ્યા છે, ત્યારે આજે PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ઇજાગ્રસ્તોની મુલાકાત તેમજ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી  જે બાદ PM મોદીએ SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ પણ યોજી હતી.

Full View

મોરબીના મચ્છુ બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસએ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાય હતી. આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરી વિસ્તૃત તપાસ થવી જરૂરી છે, તેમ PM મોદીએ સૂચન કર્યા હતા. સમગ્ર બેઠક દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચીવ, કલેકટર સહીત ટોચના મંત્રીઑ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News