નવસારી: ચીખલીની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર,સારવાર માટે ખસેડાય

ચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર વર્તાઈ હતી.

Update: 2023-02-21 06:11 GMT

નવસારીના ચીખલીના વાંઝણા ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૧૮ વિદ્યાર્થીનીઓને ખીચડી અને ચણાની દાળ ખાધા બાદ ફૂડ પોઇઝિંગની અસર વર્તાઈ હતી.

Full View

નવસારીના ચીખલી તાલુકાના વાંઝણા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેતી ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓને સોમવારે બપોરે ખીચડી અને ચણાની દાળ ભોજનમાં લીધું હતું.જે બાદ રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમને ઉબકા ઉલ્ટીની અસર વર્તાઈ હતી.જેની જાણ ગામના માજી સરપંચ અને ગામલોકોને થતાં તમામ ૫૦ વિધાર્થિનીઓને નજીકના ટાંકલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાઈ હતી.જ્યાં ૧૮ જેટલી વિદ્યાર્થીનીઓને ફુડ પોઇઝનિંગની વધુ અસર લાગતા તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.આ અંગેની જાણ તંત્રને થતા ચીખલીના પ્રાંત અધિકારી અમિત ચૌધરી,મામલતદાર રોશની પટેલ,ટીડીઓ ચેતન દેસાઈ સહિત તબીબોની ટીમ સ્થળ ઉપર ધસી આવી હતી.આ સાથેજ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતેથી પાણી સહિતના સેમ્પ્લ પણ લેવામાં આવ્યા હતા.

Tags:    

Similar News