નવસારી : ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાઇક લાવવા બાબતે 2 જુથ વચ્ચે અથડામણ, આધેડનું મોત...

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.

Update: 2022-03-19 07:27 GMT

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સંદલપુર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 જુથ વચ્ચે બાઇક પાર્ક કરવા બાબતે માથાકૂટ થઈ હતી. જોકે, તેના સમાધાન બાદ સાંજે થયેલી મારામારીમાં 65 વર્ષીય આધેડનું મોત નિપજતા મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.

નવસારીના સંદલપુર ગામે ધૂળેટીના દિવસે પટેલ અને ભરવાડ સમાજના યુવાનો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી, ત્યારે ભરવાડ સમાજના 2 યુવાનોને ભરવાડ સમાજના અન્ય યુવાનો બાઇક પર રંગ લગાવવા માટે આવ્યા હતા. જેથી અન્ય યુવાનોએ બાઈકને ગ્રાઉન્ડની બહાર પાર્ક કરવા માટે કહેતા બન્ને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેને લઈને બપોર બાદ પંચાયત પાસે સમાધાન પણ થયું હતું. પંરતુ સાંજે ફરીવાર પટેલ અને ભરવાડ સમાજના યુવાનોએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલ મામલે મારામારી કરી હતી. બન્ને જૂથે એકબીજાને ઇજા પહોંચાડતા અનેક યુવાનો ઘાયલ થયા હતા. જેમાં 65 વર્ષીય સુખા વિહા મેરને માથાના ભાગે ફટકો વાગતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલે પટેલ અને ભરવાડ સમાજ દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ભરવાડ યુવાન કાળું ભરવાડ દ્વારા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પટેલ સમાજના હર્ષદ પટેલ દ્વારા પણ 16 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય છે. પોલીસે પટેલ સમાજના 17 આરોપી પૈકી 7 લોકોની ધરપકડ કરી છે, ત્યારે હાલ ગામમાં સ્થિતિ વધુ ન વણશે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DYSP કક્ષાના અધિકારીઓએ ગામમાં આગેવાનો સાથે મુલાકાત કરી મામલો વહેલી તકે થાળે પડે તે માટે પ્રયત્નશીલ બન્યા છે.

Tags:    

Similar News