નવસારી: દેશની આઝાદી બાદ પ્રથમ વખત દાંડી ખાતે ગાંધી જયંતીની ઉજવણી

આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.

Update: 2021-10-02 09:00 GMT

આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિને લઈને દાંડી ગામે આઝાદી મળ્યાને પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દી સિનેમા જગતની ખ્યાતનામ ગાયિકા અનુરાધા પૌડવાલે મધુર સૂરાવલી રેલાવીને દેશભક્તિનો માહોલ જમાવ્યો હતો.

વિશ્વ વંદનીય એવા સાબરમતીના સંત ગણાતા ગાંધીબાપુની જન્મ જયંતિ નિમિતે આઝાદીના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા દાંડી મુકામે કરવામાં ઉજવણી કરવામાં આવી હતી. 1930માં મીઠાના સત્યાગ્રહ અંગ્રેજી શાશનને લૂણો લગાડીને આઝાદી આપવામાં એક મહત્વનું અંગ સાબિત થયું હતું એવા પવિત્ર સ્થળે બાપુની યાદમાં જાણીતા ગાયિકા અનુરાધા પૌડવાલના સંગીત સંધ્યાના કાર્યક્રમનુ આયોજન થયું હતું જેમાં દેશભક્તિ સંગીતના તાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ આ પ્રસંગે રાજ્યના આદિજાતિ અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ વિશેષ હાજરી આપી હતી.

Tags:    

Similar News