નવસારી: બીલીમોરા શહેરમાંથી નીકળતો કચરો અંબિકા નદી ઠલવાય છે,જળ પ્રદૂષણની સમસ્યા

નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાનો શહેરમાંથી નીકળતો કચરો અંબિકા નદીના લાવવામાં આવે છે

Update: 2023-06-28 11:30 GMT

નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાનો શહેરમાંથી નીકળતો કચરો અંબિકા નદીના લાવવામાં આવે છે અને જે ચોમાસા દરમિયાન નદીમાં વહી જતા નદીનું પ્રદૂષણ વધારી રહી છે.

નવસારી બીલીમોરા અંબિકા નદી કાંઠે બીલીમોરાનો રોજીંદો હજરો ટન કચરો બીલીમોરા નગરપાલીકા દ્વારા અંબિકા નદીના પટમાં આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે. જેના કારણે પાણી, હવા અને જમીન આ ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે. બીલીમોરા અંબિકા નદી કાંઠે આવેલ બીલીમોરા નગરપાલિકાની કચરાની ડમ્પિંગ સાઇટના કારણે નદી પ્રદુષિત સાથે ઘન કચરા માંથી ઉઠતા ધુમાડાના કારણે વાતાવરણ પણ પ્રદુષિત થાય છે જેને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે કચરા નો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે ખુબજ જરૂરી છે.

Tags:    

Similar News