પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની વિદાય નિશ્ચિત! MQMએ સમર્થન પાછું ખેંચ્યું, વિપક્ષ સાથે હાથ મિલાવ્યા

Update: 2022-03-30 05:19 GMT

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. શાસક પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને મોટો ઝટકો લાગ્યો છે. પીટીઆઈના સહયોગી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQMP) એ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા જ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. MQMએ વિરોધ પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જવાનો નિર્ણય કર્યો છે.

MQMએ PTIમાંથી સમર્થન પાછું ખેંચી લીધા બાદ માનવામાં આવી રહ્યું છે કે PM ઈમરાન કાનની સરકાર જવા જઈ રહી છે. MQMએ PTIમાંથી સમર્થન પાછું ખેંચી લીધા બાદ PPP પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ એક ટ્વિટ કર્યું છે. ભુટ્ટોએ ટ્વીટ કર્યું, "સંયુક્ત વિપક્ષ અને MQM વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. રાબતા સમિતિ MQM અને PPP CEC કરારોને બહાલી આપશે. જે બાદ અમે આવતીકાલે પત્રકાર પરિષદમાં મીડિયાને આ અંગે માહિતી આપીશું. MQMએ સમર્થન પાછું ખેંચી લીધા બાદ પીટીઆઈ સરકારે નીચલા ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે. હવે ગૃહમાં પીટીઆઈ તરફી સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે. જ્યારે સંયુક્ત વિપક્ષ પાસે 177 સભ્યો છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ સભ્યોની સંખ્યા 342 છે. બહુમત માટે 172 સાંસદોના સમર્થનની જરૂર છે. વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા 31 માર્ચથી શરૂ થશે અને 3 એપ્રિલે મતદાન થશે.

Tags:    

Similar News