પંચમહાલ: પંચમહાલના રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા માતરના ભાજપના MLA કેસરીસિંહને કોર્ટે 2 વર્ષ કેદની સજા ફટકારી

શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યા છે

Update: 2022-05-11 12:15 GMT

1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગરધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી.

પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.. ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર રહ્યા હતા. કોર્ટે કલમ 4 મુજબ 2 વર્ષની સજા, 3 હજારનો દંડ, કલમ 5 મુજબ 6 માસની સજા 1 હજારનો દંડ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે.

Tags:    

Similar News