પંચમહાલ : ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ નજીકથી બાળાનું અપહરણ, પોલીસે કરી ઇસમની ધરપકડ...

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યો ઈસમ મોટર સાયકલ પર આવી 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું.

Update: 2022-01-06 11:38 GMT

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ નજીકથી અજાણ્યો ઈસમ મોટર સાયકલ પર આવી 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. એટલું જ નહીં આ ઇસમ રોકડ રકમની લૂંટ ચલાવીને પણ નાસી છૂટ્યો હતો, ત્યારે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારાને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે એક અજાણ્યા ઇસમે મોટર સાયકલ પર આવી અપહરણ સહિત લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં 7 વર્ષની બાળકીના અપહરણ સહિત રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારો સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, ત્યારે આ અંગેની ફરીયાદ ગોધરા એ' ડીવીઝન પોલીસ મથકના ચોંપડે ચઢતા પોલીસે લૂંટારાને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે સામલી બેટીયાના રહેવાસી રોશન ઉર્ફે નાના ચૌહાણની દેવતલાવડી વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. જોકે, બાળકીનો સહી સલામત રીતે કબજો મેળવી અપહરણ સહિત રોકડ રકમની લૂંટ ચલાવનાર ઈસમને દબોચી લેતા સૌકોઈએ પોલીસ કામગીરીની સરાહના કરી હતી.

Tags:    

Similar News