પાટણ: સમી-શંખેશ્વર હાઇવે પર અકસ્માત, ટ્રક પાછળ કાર ધડાકાભેર ભટકાતા 3 યુવાનોના મોત

શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.

Update: 2023-08-30 08:03 GMT

આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પર પાટણ નજીક કાર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સમીથી 5 કિલોમીટર દુર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.

જેમાં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જહાભાઈ રાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતકો રાધનપુર બાજુના છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી અને મૃતકોના મૃતદેહને સમીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા છે. નોંધનીય છે કે, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરૂણ ઘટના બનતા બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે.

Tags:    

Similar News