પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન

પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.

Update: 2023-06-13 10:04 GMT

પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે રામધૂન બોલાવી પાણી આપવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. રાધનપુર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીની પારાયણ શરૂ થઈ છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ રાધનપુર મામલતદારને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાય હતી. જેમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાનજી પરમાર, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ જોશી, આગેવાન વર્ધીદાન ગઢવી, સુભાષ મકવાણા, ભુરા ઠાકોર અને શંકરજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.

Tags:    

Similar News