પાટણ : ઉનડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકોએ શૌચાલય સાફ કરાવ્યુ, વાલીઓમાં રોષ...

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા શૌચાલય સાફ કરવામાં આવતા

Update: 2021-12-04 07:40 GMT

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઉનડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષકો દ્વારા શૌચાલય સાફ કરવામાં આવતાહોવાની બાબત સામે આવતા વાલીઓમાં શાળાના શિક્ષકો પ્રત્યે રોષ વ્યાપ્યો હતો, ત્યારે આવા શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

કોરોનાના કહેર બાદ રાજ્ય સરકાર દ્વારા નિયમોનુસાર શાળાઓ શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના કાળના 2 વર્ષ બાદ સરકારના નિયમો મુજબ શાળા શરૂ કરવામાં આવી છે. સ્કૂલો શરૂ થતા વાલીઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી શાળાના શિક્ષકો પર વિશ્વાસ મૂકી નાના બાળકોને શાળામાં અભ્યાસ માટે મુકતા હોય છે. પરંતુ શાળાના શિક્ષકો કુમળા બાળકોને અભ્યાસ કરાવવાને બદલે શાળામાં ગંદા શૌચાલય સાફ કરાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વાલી આલમમાં રોષ વ્યાપ્યો હતો. ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પોતાની સ્કુલ બેગ શૌચાલયની બહાર મૂકી અંદર શૌચાલય સાફ કરતી હોવાના ફોટા વાયરલ થતાં વાલીઓમાં રોષ પ્રગટ્યો હતો. શાળામાં અભ્યાસ માટે આવતી વિદ્યાર્થીનીઓ પાસે શાળાના શિક્ષકો દ્વારા નિમ્ન કક્ષાની કામગીરી કરાવવામાં આવતી હોવાની બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ તેમજ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સાફ-સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ શાળાના આચાર્ય સાફ-સફાઈની ગ્રાન્ટો શાળામાં વાપરવાના બદલે બારોબાર ઘર ભેગી કરતા હોવાના લોકોએ આક્ષેપ પણ કરાયા છે.

Tags:    

Similar News