પાટીદાર આગેવાન નરેશ પટેલનો રાજનીતિમાં આવવા માટે આડકતરો સંદેશ,વાંચો શું કહ્યું

નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો

Update: 2021-12-06 07:27 GMT

મળતી જાણકારી પ્રમાણે આજે સાંજના પાટીદાર સમાજના અગ્રણીઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. જો કે, ગાંધીનગર ખાતે યોજાનારી બેઠક પહેલા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિને આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારિત રાજકારણ થાય તેની ચિંતા કરે છે..

ખોડલધામ. રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામેના કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરશે તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત રહેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે યોજાનારી બેઠકમાં નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ અને ઉપસ્થિત રહેશે. આ બેઠક સાંજે 6.30 કલાકે બેઠક યોજાશે.ગુજરાત વિધાનસભાની સમયાવધિ પ્રમાણે આગામી ડિસેમ્બર માં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહ ની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં તેઓએ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી બેઠક કરી હતી

Tags:    

Similar News