રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો સાથે કરશે બેઠક

યશવંત સિન્હા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ખંડમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજશે...

Update: 2022-06-28 11:32 GMT

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા 30 તારીખે ગુજરાત આવશે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરે તેવી સંભાવના છે યશવંત સિન્હા 1 જુલાઈના રોજ ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે યશવંત સિન્હા વિપક્ષ ઉમેદવાર છે..

દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ યશવંત સિન્હા 30 જૂનના રોજ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ પહેલાં ભાજપ તરફથી રાષ્ટ્રપતિ ના પદ માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ઉમેદવારીપત્ર ભર્યું હતું.

યશવંત સિન્હા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના ખંડમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો ચૂંટણી યોજાય તો કઈ રીતે મતદાન કરવું તે બાબત પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી શકે છે. જ્યારે કોંગ્રેસ ઓફિસમાંથી તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને ગુરુવારે ફરજિયાતપણે વિધાનસભાના વિરોધ પક્ષના કાર્યાલયમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Tags:    

Similar News