સુરત : કીમની તપોવન શાળામાં ધો-12માં 50% હાજરી સાથે ઓફલાઇન શિક્ષણ કાર્યનો પ્રારંભ

રાજ્યભરમાં ધો-12માં 50% હાજરી સાથે શિક્ષણ કાર્ય શરૂ, કીમ તપોવન શાળામાં વિધાર્થીઓને આવકારવામાં આવ્યા.

Update: 2021-07-15 07:38 GMT

આજથી સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં ધોરણ-12માં 50 ટકા હાજરી સાથે ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થયું છે, ત્યારે કીમ ખાતે આવેલ તપોવન શાળાએ આવતા દરેક વિધાર્થીઓને શિક્ષકો દ્વારા આવકારવામાં આવ્યા હતા.

કોરાના કેસ ઘટતા હવે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12માં વિદ્યાર્થીઓની 50 ટકા ક્ષમતા સાથે વર્ગખંડમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સુરત જિલ્લામાં વિધાર્થીઓ ઉત્સાહભેર શાળાએ આવ્યા હતા. જોકે, કીમ ખાતે આવેલ તપોવન શાળાએ આવેલ તમામ વિધાર્થીઓને શાળા શિક્ષકો દ્વારા થર્મલ ગનથી તપાસ અને સેનેટાઈઝ કરી આવકાર્યા હતા. કોરાના ગાઈડલાઈનના નિયમોનું વિધાર્થીઓ પાસે પાલન કરાવી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે મોટા ભાગની શાળામાં વિધાર્થીઓની હાજરી ઓછી જોવા મળી હતી. લાંબા સમયથી ઘરે બેસી ઓનલાઈન શિક્ષણથી વિધાર્થીઓ પણ કંટાળી ગયા હતા, ત્યારે હવે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં વિધાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.https://youtu.be/Aw5wIW14JQg

Tags:    

Similar News