સુરેન્દ્રનગર : 100 વીઘા જમીન નામે નહીં કરતાં પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું, પોલીસે કરી ધરપકડ...

પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Update: 2023-10-28 07:21 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે 100 વીઘાથી પણ વધારે જમીન પોતાના નામે ન કરતા પુત્રએ જ પિતાનું કાસળ કાઢ્યું હોવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે રહેતા શાંતિલાલ પટેલનો ગત તા. 25 ઓક્ટોબરના રોજ પોતાના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા સહિત પાટડી પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, પોલીસને અજાણ્યા શખ્સો દ્વારા ખેડૂતને ગળે ટૂંપો દઈ મોત નિપજાવ્યાની શંકાઓ સેવાઇ રહી હતી. જે બાદ ખેડૂતની સમસાન ક્રિયામાં તેનો એકનો એક પુત્ર અમિત પટેલ હાજર રહી મળી આવતા અમિત પોલીસના શકના દાયરામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ માટે સુરેન્દ્રનગરથી ડોગ સ્ક્વોડ અને FSL તથા રાજકોટથી ફિંગરપ્રિન્ટ રીડર જેવી ટીમની તપાસમાં મદદ લીધી હતી. ત્યારબાદ શકના દાયરામાં આવેલ અમિતની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે ભાંગી પડેલા અમિતે પોલીસને સમગ્ર વિગતો જણાવી હતી. જેમાં અમિતે જણાવ્યું હતું કે, પોતાના પિતા સાથે ઘણા સમયથી અણબનાવ હતો. બોલતા પણ ન હતા, જ્યારે પિતાનું ઘર ગામમાં હોવા છતાં પણ તેઓ વાડીએ ઓરડી હતી, તેમાં રહેતા અને પુત્ર ગામમાં આવેલ ઘરમાં પરિવાર સહ રહેતો. વધુમાં તેઓના પિતા પાસે 100 વીઘાથી પણ વધારે જમીન હતી. જેથી પુત્રએ પોતાના પિતાને જમીન પોતાના નામે કરવા માંટે કહ્યું હતું. પરંતુ જમીન પોતાના નામે ન કરતા પુત્રએ પોતાના પિતાની હત્યા કરાવવાનો કારશો ઘડ્યો હતો. જેમાં પોતાના ગામમાં જ રહેતો એક શખ્સ કે, જેને રૂ. 10 લાખનું દેવું હતું. જેને પોતાના પિતાની હત્યા કરવા રૂ. 10 લાખની સોપારી આપી હતી, ત્યારે હાલ તો પોલીસે અમિત પટેલ સહિત અન્ય એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની હાથ ધરી છે.

Tags:    

Similar News