કચ્છ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ

Update: 2021-09-14 15:16 GMT

રાજ્યમાં ભાદરવાની સીઝનમાં મેઘાની સીઝન જામી છે. સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળયા બાદ કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

ડિઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિએ જણાવ્યું કે,જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ અધિકારી અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. તેમજ રેસ્ક્યુ ટિમો તૈનાત કરી દેવાઈ છે. બીએસએફ, કોસ્ટગાર્ડ, નેવી સહિતની એજન્સીઓને પણ સંભવિત રેસ્ક્યુ ઓપરેશન માટે સૂચના આપી એલર્ટ મોડમાં રાખવામાં આવી છે જિલ્લા પ્રશાશનનું સંપૂર્ણ ધ્યાન વરસાદ પર કેન્દ્રીત છે. ત્યારે આ સીઝનમાં લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે એ માટે અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News